Global Gujarati’s blog

Gujarati Dil ni Dhadkan

Ghayal- Rasto nahi jade to…

ખુમારી નુ બીજુ નામ અમૃત ઘાયલ-ગુજરાતી ગઝલના પિતામહ,
ગઝલ ની વાત થતી હોય અને અમૃત ઘાયલ યાદ ના આવે તે અશક્ય છે.
ગઝલ ની એકેક કડી મા ટપકતી ખુમારી નવુ જોશ અને ઉત્સાહ જગાડે.
આવો મમળાવીએ શ્રી અમૃત ઘાયલ સાહ્રેબ ની મર્દાના ગઝલ્.

 

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના

                                                                                              – અમૃત ઘાયલ.

 

 

 

 

Advertisements

સપ્ટેમ્બર 30, 2008 Posted by | Ghazals, Uncategorized | , , | Leave a comment

Vibrant Gujarat in UAE- Dubai Navaratri Festival-2008

 

જય માતાજી

યુ.એ.ઇ. પરજીયા સોની સમાજ

પ્રસ્તુત

નવરાત્રી મહોત્સવ ૨૦૦૮

રોઝી બ્લુ ડાયમઁડ ના જગમગ ચમકારે અને ક્રેઝ્મેદર્સના સઁગીતના સથવારે.ફરી એકવાર

દાઁડિયા રાસની ભવ્ય રમઝટ!

ગત વર્ષની અભુતપુર્વ સફલતા પછી એજ સુદાનીઝ ક્લબના વિશાલ ગ્રાઉન્ડમા હજારોની

સઁખ્યામા માનવ મહેરામણ અદમ્ય ઉફ્સાહ થી ઉજવશે દાઁડિયા રાસ નો અનેરો અવસર !!!
 
પાસ માટે સઁપર્ક કરો : 

 

 

1
NIRALI & MICKEY DIAMOND GOLD SOUK DEIRA DILIP H SONI 04 226 9798
2 PRIME GEMS GOLD LAND DEIRA RAJNIBHAI THADESHWAR 04 226 3354
3 SONI DAYALAL HIRJI GOLD SOUK DEIRA HASMUKH DHANAK 04 226 6133
4 RAVI   JEWELLERS GOLD SOUK DEIRA MAHESH V PAREKH 04 225 0005
5 SHEHNSHAH BLDG MATARIAL AL NAKHEEL ROAD RAJU K SHAH 04 222 4750
6 SATYAM JEWELLERS BUR DUBAI ASHOK J SAGAR 04 353 9727
7 AMEZONE TRAVELS BUR DUBAI KAMLESH M SAGAR 04 359 1391
8 DHARMENDRA JEWELLERS SATWA BHARAT M SAGAR 04 331 1815
9 SILSILA JEWELLERS GOLD SOUK SHARJAH JAMANBHAI M SAGAR 06 572 4871
10 JAY SILVER TRADING EST K M CENTRE ROLLA SUNILBHAI 06 561 0794
11 RIVOLI GOLDSMITH SHARJAH WEST HIREN L SAGAR 06 569 1397
12 IMPERIAL JEWELLERS GOLD SOUK SHARJAH NATUBHAI GHAGHADA 06 573 9850
13 DILIP DHANAK GOLDSMITH SHARJAH SIYA MASJID MANSUKH DHANAK 050 5992195
14 HARSUKH S.SAGAR AJMAN HARSUKH SAGAR 050 6267501
15 AJANTA JEWELLERS ABUDHABI TUSHAR M PATNI 02 632 5223
16 MANISHA JEWELLERS FUJAIRAH MANUBHAI R GHAGHADA 09 222 2975
17 OLYMPIC JEWELLERS KALBA MUKESH H VAYA 09 277 7365

 

         NOTE: FOR BUS PASSES PLEASE BOOKING IN ADVANCE OTHERVISE SERVICE WILL BE CANCELLED

FOR MORE DETAIL OF OUR NAVRATRI FESTIVAL PLEASE VISIT WWW.PATTNICONNECTION.COM

 

 Special Deal with Jet Airways Dubai – Our Official Sponsors

This year we are proud to announce for the first time that India’s most renowned airline “JET AIRWAYS” is our official sponsors. Therefore they are providing us with a very unbeatable airfare at the venue only for 10 days during NAVRATRI from DUBAI to the specific destination in INDIA i.e., MUMBAI, AHEMADABAD, RAJKOT, DELHI.  The validity of the ticket will be 6 months from the date of booking. Please don’t miss this opportunity.

સપ્ટેમ્બર 25, 2008 Posted by | Uncategorized | | 5 ટિપ્પણીઓ

Popular Gujarati Ghazal

ગુજરતી ભાષાની લોકપ્રિય ગઝલમાની એક શ્રી બરકત વિરાણી “બેફામ” સાહેબની
ગઝલ કે જે શ્રી મનહર ઉધાસ સાહેબ ના સુરીલા સ્વરે સજેલી અને અત્યન્ત
લોકપ્રિય બનેલી. ચાલો માણીયે આ ગઝલ ને તેના મુળ સ્વરુપે.

 

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ

 

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નોતો આપણો એક
મને સહેરા જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

ગણી તમને મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે કે મનના મુઝારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતોબેફામ
સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.

 

સપ્ટેમ્બર 20, 2008 Posted by | Ghazals, Uncategorized | , , | 2 ટિપ્પણીઓ

Begining of Ghazal

કાવ્ય ના દરેક પ્રકાર મા ગઝલ નુ સ્થાન આગવુ છે.
તેની કમનીયતા, રજુતા, તેનો નશો, અને કામણ કૈક અલગ જ છે.
પ્રથમ ગઝલ ક્યારે ઉદભવી હશે?
કયારે તેની રજુઆત થૈ હસે?
ચાલો પુછીએ આદિલ સાહેબ ને.

જયારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે

પહેલા પવનમાં કયારે હતી આટલી મહેક

રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે

ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર

ઝૂલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલોના ચહેરા વસંતમાં

તારા રૂપરંગ વિશે વાત થઈ હશે

આદિલને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો

દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે

સપ્ટેમ્બર 19, 2008 Posted by | Ghazals, Uncategorized | , , | Leave a comment

જનાબ મરીઝ સાહેબ ની ગઝલ

આપ સૌ નુ સ્વાગરત કરતા આનન્દ અનુભવુ છુ.
ચાલો માણીયે જનાબ મરીઝ સાહેબ ની બહુ સરસ ગઝલ.

 

 

 

 

 

 

સપ્ટેમ્બર 19, 2008 Posted by | Ghazals, Uncategorized | , , | Leave a comment

WelCome to Global Gujarati Blog -MANISH SONI

 
 
 જય શ્રી કૃષ્ણ,

ગ્લોબલ ગુજરાતી બ્લોગ મા હુ મનીષ સોની આપનુ હાર્દિક સ્વાગત કરુ છુ.

ગુજરાત અને ગુજરાતી વિશે મારા અને તમારા વિચારો ની આપ-લે કરવા માટે,

અને વિચારો વ્યક્ત કરવા માટે આ બ્લોગ એક માધ્યમ બને તેવી આશા છે.

ગુજરાતી સાહિત્ય ની સુન્દર રચનાઓ કે જે મને ખુબ પસન્દ છે તે આપની સૌની સાથે શેર કરવી છે.
નામ  : મનીષ સોની.
વતન : જામ કંડોરણા(રાજકોટ)

હાલ   : દુબઈ (યુ એ ઈ )

Welcome to Global Gujaratis blog.

here I hope u will find your choice of Gujarati world.

 

 

 

સપ્ટેમ્બર 17, 2008 Posted by | Uncategorized | 38 ટિપ્પણીઓ