Global Gujarati’s blog

Gujarati Dil ni Dhadkan

પ્રેમ

પ્રેમ વિના ક્યાં જીવનની કલ્પનાં શક્ય છે?
એ અનુભવ અદભુત છે.એ સમય અદભુત છે.
પ્રેમ એક નશો છે.આગવો મિજાજ છે
પ્રેમ એક દરિયો છે.
પ્રેમ એ ગતિ છે રફ્તાર છે
પ્રેમ એ ભરતી છે ઓટ નથી
પ્રેમ એ નફો છે ખોટ નથી.
ના ખરીદી શકાય ના વેચી શકાય
બસ વહેંચી શકાય.
એને માપી ના શકાય એને પામી શકાય
એને પામનારો ખુદ્ કિસ્મત છે
ન પામનારો ઝંખે છે.

પ્રેમ નિષ્ફળ જાય તો દર્દ પેદા થાય
અને એ દર્દમાથી પણ પ્રેમ પેદા થાય.
કોઈ તેને વ્યક્ત કરે તો કોઈ ના કરી શકે
પણ દિલ ટુટે તો પળઘા પળે જ
“બેફામ” સાહેબ આવી જ વ્યથા ને કંઈક
આ રીતે રજું કરે છે.

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

-બેફામ

કોઈ દિલ આમ પણ સવાલ કરે…

હમને જબ કલિયા માંગી, કાંટો કા હાર મીલા,
જાને વો કૈસે લોગ થે જીનકે પ્યારકો પ્યાર મીલા.

Advertisements

જાન્યુઆરી 16, 2009 Posted by | Ghazals, Uncategorized | | Leave a comment

અનુભવ – જવાહર બક્ષી

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય કે એની રજાનો અનુભવ.

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.

કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.

મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.
– જવાહર બક્ષી

જાન્યુઆરી 15, 2009 Posted by | Ghazals, Uncategorized | , , , , | Leave a comment

કંઇ ક્યારનો આમ – અમૃત ‘ઘાયલ’

કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઉભો છું
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઉભો છું

આ તારી ગલીથી ઉઠી જવું, સાચે જ નથી મુશ્કીલ કિંતું
તું સાંભળશે તો શુ કહેશે, બસ એ જ વિચારે ઉભો છું

સમઝાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ધેલું
જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઉભો છું

જોયા છે ઘણાંને મેં ‘ઘાયલ’, આ ટોચેથી ફેંકાઇ જતા
એકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઉભો છું

                                                                    – અમૃત ‘ઘાયલ’

જાન્યુઆરી 12, 2009 Posted by | Ghazals | 1 ટીકા

અમૃત “ઘાયલ” ની ગઝલ

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે

દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.

જાન્યુઆરી 10, 2009 Posted by | Ghazals, Uncategorized | Leave a comment

HAPPY NEW YEAR

હેપી ન્યુ ઈયર ૨૦૦૯,

વર્ષ ૨૦૦૮ વિદા થયુ સાથે ઘણી યાદો આપતુ ગયું. તેમાં ખાસ તો

ના ભુલાય એવી યાદો આપણે છેલ્લે નવેમ્બર મહિના માં અનુભવી છે.

ખતરનાક ખેલ ને એ લોકોએ અંજામ આપ્યો અને આપણે જોતા રહ્યા.

ઘુસેલા ત્રાસવાદીઓ નો આપણા જવાનો એ ખાત્મો બોલાવી દીધો.

સારાએ દેશમાં જનતા ના દિમાગ નો પારો આસમાને પહોચી ગયો

નિર્ણય ની ઘડીઓ ગણાત હતી કે હવે ત્રાસવાદીઓ આપણાં પર નહિ

આપણે ત્રાસવાદીઓ પર હુમલો કરી ને સફાયો કરી દઈશું પણ ત્યાં

ખબર નહી શું થઈ ગયુ ને લાગે છે બધુ રાબેતા મુજબ થતુ જાય છે

એ જ બયાનબાજી ને રાજકારણ.

ક્યાં સુધી ચાલસે આમને આમ? પરિણામ મેળવવું જ પડસે.

આતંકવાદ નો અંત લાવવો જ પડશે. આકરા પગલાઓ વિના

આ શક્ય નથી.હિમ્મતવાન નેતઓ ની અછત વર્તાય છે.

આપણે ભાવી પેઢી ને કેવો વારસો આપવો છે તે

આપણે નક્કિ કરવાનું છે.

પ્રજા ની સિક્યોરિટી ની જવાબદારી લઈને Z-Plus

સિક્યોરિટી ભોગવનારાઓ પ્રજાને પણ Z-Plus સિક્યોરિટી આપે.

   વર્ષ ૨૦૦૯ માં ભારતમાં આવો એક પણ બનાવ ન બને અને

પ્રજા સલામતી સાથે પ્રગતી સાધે એ જ કામના અને પ્રાર્થના.

HAPPY NEW YEAR

જાન્યુઆરી 2, 2009 Posted by | Uncategorized | | 1 ટીકા