Global Gujarati’s blog

Gujarati Dil ni Dhadkan

કેટલી નાઝુક ઘડિ………

કેટલી નાઝુક ઘડિ એ જિંદગીના દાવની
જીત પર બાજી હતી ને હારવાનું મન હતું
કંઈક વાતો ભુલી ગયો છું આમતો હું હવે,
શ્ર્વાસે શ્ર્વાસે જે સદા સંભારવાનું મન હતું.

-મરિઝ

Advertisements

ઓક્ટોબર 25, 2009 Posted by | Uncategorized | , , | Leave a comment

Amrut Ghayal

આ ખમીરવંતા શાયરની શાયરીની પ્રસ્તાવના ન હોય,
એનો અંદાઝ,એની ખુમારી એની શાયરી ખુદ બયાં કરેઃ

અમૃતથી હોઠ સહુના, એંઠા કરી શકું છું.
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું.
આ મારી શાયરી ય સંજીવની છે, ‘ઘાયલ’.
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું

ખુમારીથી નીતરતી એક ગઝલ:

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના.

ઓક્ટોબર 11, 2009 Posted by | Ghazals | , , , , , , , | 1 ટીકા

ફરી મરીઝ…..

મિત્ર મુન્નાભાઈ એ આપેલી ગુજરાતી ગઝલની સીડીમાં જગજીતસિંઘના અવાજ માં સાંભળેલી
ફરી એકવાર મરીઝ સાહેબની સુંદર રચના………

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.

સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.

કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?

-મરીઝ

ઓક્ટોબર 7, 2009 Posted by | Uncategorized | , , , , , , , , | Leave a comment

રાજેન્દ્ર શુક્લ

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછી ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં !

જોઈ અટુલી મ્હેંક સમય પૂછતો ફરે –
ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહું સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !

ઓક્ટોબર 5, 2009 Posted by | Uncategorized | , , , , , | 1 ટીકા

જનાબ મરીઝ સાહેબ ની ગઝલ

આપ સૌનુ સ્વાગત કરતા આનંદ અનુભવુ છુ.
આજે આપણે ફરીથી મરીઝ સાહેબ ની ગઝલ ની લીજ્જ્ત માણીશુ.

ઓક્ટોબર 2, 2009 Posted by | Ghazals | , , | 2 ટિપ્પણીઓ