Global Gujarati’s blog

Gujarati Dil ni Dhadkan

થાય સરખામણી તો


બેફામ સાહેબની આ ગઝલ મનહર ઉધાસ ના સ્વર માં ખુબજ સરસ રીતે રજુ થઈ છે.

થાય  સરખામણી  તો  ઊતરતા  છીએ,  તે  છતાં  આબરુને દીપાવી દીધી
એમના  મહેલને  રોશની  આપવા,   ઝૂંપડી  પણ  અમારી  જલાવી  દીધી

ઘોર  અંધાર  છે  આખી  અવની  ઉપર, તો  જરા  દોષ  એમાં અમારોય છે
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને  અમે પણ  શમાઓ બુઝાવી દીધી

બીક  એક  જ બધાને  હતી  કે અમે,  ક્યાંક પહોંચી ન જઈએ  બુલંદી ઉપર
કોઈએ   પીંજરાની  વ્યવસ્થા  કરી ,  કોઈએ   જાળ  રસ્તે   બિછાવી  દીધી

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે ના કોઈને નડ્યા
ખુદ  અમે તો  ન  પહોંચી  શક્યા મંઝિલે,  વાટ કિંતુ  બીજાને બતાવી દીધી

કોણ   જાણે   હતી  કેવી  વર્ષો  જૂની,  જિંદગીમાં  અસર  એક  તનહાઈની
કોઈએ  જ્યાં  અમસ્તું  પૂછ્યું  કેમ  છો,  એને  આખી  કહાણી સુણાવી દીધી

દિલ જવા તો દીધું  કોઈના  હાથમાં, દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ
સાચવી  રાખવાની  જે  વસ્તુ  હતી , એ  જ  વસ્તુ  અમે તો  લૂંટાવી દીધી

જીવતાં  જે   ભરોસો  હતો  ઈશ પર, એ  મર્યા  બાદ ‘બેફામ’  સાચો પડ્યો
જાત   મારી   ભલેને  તરાવી   નહીં,   લાશ  મારી  પરંતુ  તરાવી   દીધી

                                                 -બરકત વિરાણી ‘બેફામ’
Advertisements

જૂન 29, 2010 - Posted by | gazal, ghayal, ghazal, Ghazals, popular gujarati gazal, popular gujarati ghazal | , , , , , , ,

3 ટિપ્પણીઓ »

  1. આભાર…
    મારી મનગમતી ર્ગુજરાતી ગઝલ માની એક આ છે….!

    ટિપ્પણી by laaganee | જૂન 29, 2010 | જવાબ આપો

  2. બીક એક જ બધાને હતી કે અમે, ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર
    કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી , કોઈએ જાળ રસ્તે બિછાવી દીધી

    દિલ જવા તો દીધું કોઈના હાથમાં, દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ
    સાચવી રાખવાની જે વસ્તુ હતી , એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી
    આ બે શેરની ખબર ન હતી….!!!
    આભાર…

    ટિપ્પણી by laaganee | જૂન 29, 2010 | જવાબ આપો

  3. અતિ ઉત્તમ ….!!

    ટિપ્પણી by rajeshpadaya | જૂન 29, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: