Global Gujarati’s blog

Gujarati Dil ni Dhadkan

આસિમ રાંદેરી

ક્યરેય નહિ ભુલી શકાય આસિમ સાહેબ આપને
લીલાને અને કંકોતરી જેવી અનેક રચનાઓને…….

મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
     સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
     કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
     જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
     શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
     દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
     કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
     ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
     તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
     કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
     મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
     આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
    ‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
     હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
     એ પારકી બની જશે, હું એનો એ જ છું !
                                   

                                                  —આસિમ રાંદેરી

Advertisements

4 ટિપ્પણીઓ »

  1. AA KAVY TO MANAHAR SAHEB NAA AVAJ MA BAHU SAMBHALYU CHHEEE..I LIKE SO MUCH

    ટિપ્પણી by vivektank | ઓક્ટોબર 5, 2009 | જવાબ આપો

  2. LILA COLLAGE JAAY CHE….

    SAAMBHARI NE AAJE THAAY CHE
    AME KEM AA SONDRYRAS MAANVANO COLLAGE MA CHUKI GAYA ?

    ASIM SAAHEB SUBHAAN ALAAAH! SUBHAAN ALAAH !

    Devendra Sinh Rathod
    dsrathod.ril@gmail.com

    ટિપ્પણી by Devendra Sinh Rathod | સપ્ટેમ્બર 9, 2010 | જવાબ આપો

  3. http://www.gujufacebook.com
    બધા ગુજરાતી બંધુઓ માટે બનાવવામાં આવેલી આ વેબ સાઈટની એક વખત જરૂર થી મુલાકાત લેશોજી. અને review આપશોજી.

    ટિપ્પણી by gujufacebook | નવેમ્બર 18, 2011 | જવાબ આપો

  4. ગમ્મયુ બહુજ સરસ મજા આવી સરસ લખ્યુ છે, આકાવ્ય સાયદ મનહર ઉધાસે ગાયુ છે, પણ તમારી લખવની સૈલિ સરસ છે .

    ટિપ્પણી by ramesh d dhakan | ડિસેમ્બર 31, 2012 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: