Global Gujarati’s blog

Gujarati Dil ni Dhadkan

“શૂન્ય” પાલનપુરી ની સરસ ગઝલ

ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.

નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

-“શૂન્ય” પાલનપુરી

Advertisements

જૂન 14, 2010 Posted by | ghazal | , , , , , , , , | Leave a comment

એ જ કથા….. એ જ વ્યથા.

એ  સહવાસ,

એ  અહેસાસ,

એ સાનિધ્ય,

એ સામિપ્ય,

એ મંદ હાસ્ય ,

એ મૃદ ભાસ્ય,

અને….. એક સંવાદ 

અને…..વિવાદ,

એક ઈઝહાર

અને….. ઈનકાર

એક દરાર

અને…..અંધકાર

એ જ કથા…..

એ જ વ્યથા….. 

સર્વથા…..સર્વથા…..

-મનિષ સોની.

સપ્ટેમ્બર 30, 2009 Posted by | Uncategorized | | Leave a comment

તારી શોધમાં

સ્થગિત નથી,ચલિત છું
કેમ કે શોધ માં છું, ખોજ માં છું
તારી શોધમાં,તારી ખોજ મા.
દરેક જગ્યાએ, હરએક દુનિયામાં.

ને દુનિયા પણ ક્યાં એક છે ? અનેક છે,
ખુલી આંખોની દુનિયા અને બંધ આંખોની દુનિયા
સપનાઓ ની દુનિયા ને કલ્પનાઓની દુનિયા

તું સપના ની દુનિયા માં મળે છે.
જાગું ત્યાં તું નથી.અને હું કલ્પનાંની દુનિયા માં
જાઉં છુ. જ્યાં તું છે, બસ તુ જ છે. અને તુ છે એથી
પણ વધારે તું છે.

ગજબ જીદ છે મારી પણ,
તને ગમે ત્યાં  શોધી લઉં છું.
પછી તે અવકાશી વાદળોની આકૃતિ હોય
કે સિગારેટનાં ધુમાળાઓની આકૃતિ.
તને મેળવીને જ રહું છું.

                                                               –  મનિષ.

ફેબ્રુવારી 9, 2009 Posted by | Ghazals, Uncategorized | | 2 ટિપ્પણીઓ

પ્રેમ

પ્રેમ વિના ક્યાં જીવનની કલ્પનાં શક્ય છે?
એ અનુભવ અદભુત છે.એ સમય અદભુત છે.
પ્રેમ એક નશો છે.આગવો મિજાજ છે
પ્રેમ એક દરિયો છે.
પ્રેમ એ ગતિ છે રફ્તાર છે
પ્રેમ એ ભરતી છે ઓટ નથી
પ્રેમ એ નફો છે ખોટ નથી.
ના ખરીદી શકાય ના વેચી શકાય
બસ વહેંચી શકાય.
એને માપી ના શકાય એને પામી શકાય
એને પામનારો ખુદ્ કિસ્મત છે
ન પામનારો ઝંખે છે.

પ્રેમ નિષ્ફળ જાય તો દર્દ પેદા થાય
અને એ દર્દમાથી પણ પ્રેમ પેદા થાય.
કોઈ તેને વ્યક્ત કરે તો કોઈ ના કરી શકે
પણ દિલ ટુટે તો પળઘા પળે જ
“બેફામ” સાહેબ આવી જ વ્યથા ને કંઈક
આ રીતે રજું કરે છે.

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

-બેફામ

કોઈ દિલ આમ પણ સવાલ કરે…

હમને જબ કલિયા માંગી, કાંટો કા હાર મીલા,
જાને વો કૈસે લોગ થે જીનકે પ્યારકો પ્યાર મીલા.

જાન્યુઆરી 16, 2009 Posted by | Ghazals, Uncategorized | | Leave a comment

HAPPY NEW YEAR

હેપી ન્યુ ઈયર ૨૦૦૯,

વર્ષ ૨૦૦૮ વિદા થયુ સાથે ઘણી યાદો આપતુ ગયું. તેમાં ખાસ તો

ના ભુલાય એવી યાદો આપણે છેલ્લે નવેમ્બર મહિના માં અનુભવી છે.

ખતરનાક ખેલ ને એ લોકોએ અંજામ આપ્યો અને આપણે જોતા રહ્યા.

ઘુસેલા ત્રાસવાદીઓ નો આપણા જવાનો એ ખાત્મો બોલાવી દીધો.

સારાએ દેશમાં જનતા ના દિમાગ નો પારો આસમાને પહોચી ગયો

નિર્ણય ની ઘડીઓ ગણાત હતી કે હવે ત્રાસવાદીઓ આપણાં પર નહિ

આપણે ત્રાસવાદીઓ પર હુમલો કરી ને સફાયો કરી દઈશું પણ ત્યાં

ખબર નહી શું થઈ ગયુ ને લાગે છે બધુ રાબેતા મુજબ થતુ જાય છે

એ જ બયાનબાજી ને રાજકારણ.

ક્યાં સુધી ચાલસે આમને આમ? પરિણામ મેળવવું જ પડસે.

આતંકવાદ નો અંત લાવવો જ પડશે. આકરા પગલાઓ વિના

આ શક્ય નથી.હિમ્મતવાન નેતઓ ની અછત વર્તાય છે.

આપણે ભાવી પેઢી ને કેવો વારસો આપવો છે તે

આપણે નક્કિ કરવાનું છે.

પ્રજા ની સિક્યોરિટી ની જવાબદારી લઈને Z-Plus

સિક્યોરિટી ભોગવનારાઓ પ્રજાને પણ Z-Plus સિક્યોરિટી આપે.

   વર્ષ ૨૦૦૯ માં ભારતમાં આવો એક પણ બનાવ ન બને અને

પ્રજા સલામતી સાથે પ્રગતી સાધે એ જ કામના અને પ્રાર્થના.

HAPPY NEW YEAR

જાન્યુઆરી 2, 2009 Posted by | Uncategorized | | 1 ટીકા

Attack on India

Dear friends across India and the world,

We’re all feeling the shock of the awful attacks in Mumbai.  All our hearts go out to the victims and their families.

The attacks were aimed at our people, our prosperity and our peace. But their top target was something else: our unity. If these attacks cause us to turn on each other in hatred and conflict, the terrorists will have won. They know that hatred and chaos feed on division. As radical extremists, their only hope of winning is by turning the rest of us against each other.

Let’s deny them that victory. We’re launching a message to extremists on all sides and all our political leaders, one that will soon be published in newspapers across India and Pakistan. The message is that these tactics have failed, that we’re more united than ever, united in our love and support to each other, determined to work together against terror and call on our leaders to do the same. If millions of people sign it, our message will be unmistakable, click below to sign it and please forward this email widely:

http://www.avaaz.org/en/india_undivided/98.php/?cl_tf_sign=1

It’s time to speak out, let’s do it together.

Thanks

ડિસેમ્બર 1, 2008 Posted by | Uncategorized | | Leave a comment

INDIA SHINING IN THE WORLD. INDIA-THE LEADER

આજે ઍક રશિયન કસ્ટમર સાથે વાત કરતા કરતાંઆપણાં દેશ ની વાત નીકળી
તેને વાત વાત મા પુછ્યુ કે તે ભારત વિષે કાઇ જાણે છે? જવાબ સાંભળી ને બહુ દુખ થયુ.
તેણે મને કહ્યુ ઇંડિયા ઇસ પુવર કંટ્રી નો? 
તેની વાત સાચી હતી પણ દુખ ઍટલે થયુ કે તેને માત્ર ઍટલી જ ખબર હતી.
તેના મન નું ભારત ઍટલે ઍક ખુબજ ગરીબ દેશ. તેને મને પુછ્યુ કે ત્યા લોકો રોડ પર સુએ છે ને?
તેને ભારત ની સારી બાજુ ખબર ના હતી.શક્ય છે કે તેનુ વ્યક્તિગત નોલેજ સીમિત હોય
પણ મારો વિદેશી વ્યક્તિ સાથે આ બાબતે પહેલો અનુભવ નથી.ઍક મોટો વર્ગ છે જે માને છે
ભારત ઍટલે ગરીબ અને માત્ર ગરીબ દેશ.તેમા આ લોકોનો 
વાંક નથી.કારણ કે તે લોકો સમક્ષ ભારત આ રીતે જ રજૂ કરવામા આવ્યું  છે.

જોકે તેની વાત પણ સાવ ખોટી નથી પણ ઍક ભારતીય તરીકે આપણને આ રીતે ઓળખાવુ મંજૂર ના જ હોય
કારણ કે સવાલ આપણા દેશ ની ઓળખ નો છે. આપણી ફરજ બને છે કે દુનિયા ને આપણી શાઇનિંગ
સાઈડથી વાકેફ કરીયે. તો જ વિશ્વ ના તખ્તા પર આપણો અવાજ બુલંદ થઈ શકે. લોકો આપણને સિરીયસ
લેતા થાસે અને ભારતીયો નુ વિશ્વમાં માન હસે.દેશની પ્રગતી માટે પણ વિશ્વમાં સુંદર ચિત્ર રજૂ કરવુ જરૂરી છે
પણ તેમા સત્ય હોવુ જોઈયે બડાસ નહી.

મે તેને વાત સમજાવી કે ખરેખર ભારત શુ છે. તેને ઘણા બધા નામ આપીને સમજાવ્યુ કે
તમે જે જાણો છો તે કેટલુ અધુરુ છે. મારે કહેવુ પડ્યુ કે દુનિયાના ટોપ 10 રિચેસ્ટ માથી 
3 અમારા છે. ઇંગ્લેંડ નો રિચેસ્ટ માણસ અમારો છે. અને થોડા ટાઈમ પહેલા દુનિયામાં પણ 
અમારા ઍક માણસે ડંકો વગાડ્યો હતો. અમારી સંસ્કૃતી કેટલી રિચ છે તે સમજાવવું પડ્યું.
અત્યારે આપણે કેટલી પ્રગતી કેરી છે તે પણ જણાવ્યું. દુનિયા ના અર્થકારણ અન રાજકારણ માં
ભારતનું મહત્વ સમજાવ્યુ. આપણી સોફ્ટવેર અને અન્ય ઇંડસ્ટ્રી ની પ્રગતી વિષે કહ્યુ.
અન તેને ભારત આવવાનુ આમંત્રણ આપીને કહ્યુ કે પોતે આવીને આ બધુ મહેસુસ કરે.

ગાંધીજી એ ભારત ની પહેચાન છે.
સર્વધર્મ સમભાવ ભારત નો ધર્મ છે.
આપની સંસ્કૃતી આપણની ઓળખ છે.
દુનિયામા રહેલા ભારતીયો આપણા પ્રતિનિધિ છે.

આજે દુનિયા જેને ઓળખે છે તેવુ પોપ્યુલર ભારત ઍટલે…

અમિતાભ બચ્ચન          AMITABH BACHCHAN
મૂકેશ અંબાણી               MUKESH AMBANI
લક્ષ્મી મિત્તલ                LAKSHMI MITTAL 
બાબા રામદેવ               BABA RAMDEV
સચિન તેન્દુલકર            SACHIN TENDULKAR
લતા મંગેશકર               LATA MANGESHKAR
એશ્વરિયા રાય               ASHWARIYA RAI
રતન ટાટા                    RATAN TATA
અબ્દુલ કલામ               DR. ABDUL KALAM
ડો.વર્ગિસ કુરિયન           DR. VERGHESE KURIEN
સેમ પિત્રોડા                  SAM PITRODA
કિરન બેદી                    KIRAN BEDI
ઉસ્તાદ ઝકિર હુસેન         USTAD ZAKIR HUSSAIN
અટલ બિહારી વાજપાઈ    ATAL BIHARI VAJPAEE
યાદી લાંબી છે. મિત્રો જરુર છે આપણે દુનિયાની ગેરસમજ દુર કરવાની. ઇન્ટરનેટ આના
માટે શક્તિશાળી માધ્યમ બની શકે.બસ તો ચાલો બતાવીયે દુનિયાને કે ભારત એટલે સડક
પર સુતો દેશ નહી પણ દુનિયાની પ્રગતી માટે જાગતો દેશ.

 

ઓક્ટોબર 5, 2008 Posted by | Uncategorized | | 2 ટિપ્પણીઓ