Global Gujarati’s blog

Gujarati Dil ni Dhadkan

યુ એ ઈ માં વસતા ગુજરાતીઓ માટે ખુશખબર !!

યુ એ ઈ માં વસતા ગુજરાતીઓ માટે 2 ખુશખબર છે.

1. ગુજરાતી પુસ્તકો વાંચવાના શોખીનો માટે અને
2. નવરાત્રીમાં દાંડિયા નાં શોખીનો માટે
 

ગુજરાતી વાંચન નાં રસિકો માટે અમુક મિત્રો અહીગુજરાતી પુસ્તકોની લાઈબ્રેરી બનાવવામાટે પ્રયત્નશીલ છેઅને તેના માટે મેમ્બર્સ બનાવવાનું પણ શરુ કરી દીધું છે. તથા પહેલા ૫૦ મેમ્બર્સ ને અમુક ડિસ્કાઉન્ટપણ મળશે. તો જેઓ ને રસ હોય તે કોમેન્ટ માં જણાવી શકે છે.આ માટેનુ લવાજમ પણ બધાને પરવડે તેવું રખાશે એમ મિત્ર ધર્મેશ વ્યાસે જણાવે છે.તથા કોઇ મિત્ર પાસે કોઇ પુસ્તક પડ્યું હોય જે વંચાઈ ગયુ હોય અને મિત્રો સાથે શેર કરવાં માંગતા હોય તો આ લાઈબ્રેરિ માં ડોનેટ કરી શકે છે. આ લઈબ્રેરી નો ઉદ્દેશ નફા માટે નો નહિ પણ ભાષા તથા સાહિત્ય પ્રેમીઓ માટે કંઈક કરવાનો છે.

મિત્રો નવરાત્રી નજીક આવી રહી છે.
હર સાલ ની જેમ આ વર્ષે પણ દુબઈમાં સોની સમાજ પ્રેઝન્ટ નવરાત્રી નું આયોજન ચાલી રહ્યું છે જેની વિગતવાર માહિતી મળતા જ અહી ચોક્કસ મુકીશ.
  યુએઈ વસતા ગુજરાતી મિત્રો ને નવરાત્રી ના રંગ માં રંગાવા માટે ઘણી વાર ટ્રેડીશનલ પોશાકની તો ઘણી વાર નવા સ્ટેપ્સ શીખવાની જરૂર રહેતી હોય છે. આ બધું દેશ માં તો આસાનીથી મળી રહેતું હોય છે પણ અહી થોડું મુશ્કેલ છે પણ આ વખતે નવરાત્રી માટે આ બંને સહેલાઈ થી મળી રહેશે.
  હા, આ વખતે આપણી પાસે યુએઈ માં નવરાત્રી ને લગતા ટ્રેડીશનલ પોશાક ઉપલબ્ધ કરાવનાર તથા નવા નવા સ્ટેપ્સ શીખવાડનાર 2 અલગ અલગ મિત્રો છે. તો જો કોઈ ને રસ હોય તો અહી કોમેન્ટ માં જણાવવું તથા મિત્રો ને પણ જણાવવું.
  દાંડિયા શીખવનાર ટ્રેનર અમદાવાદ ના નામાંકિત ગ્રુપ ના ફિમેલ કોર્યોગ્રાફર છે. તો બહેનો પણ લાભ લઇ શકે છે.

નોંધઃ
   *લાઈબ્રેરી માટે ધર્મેશભાઈ વ્યાસ નો સંપર્ક કરવો. અને રજિસ્ટ્રેશન કરવા માટે jayhodxb@gmail.com પર    ઈમેઈલ કરવો.
   *ટ્રેડિશનલ ક્લોથસ માટે કોમલબેન એમ. સેલારકા નો સંપર્ક કરવો.
   *દાંડીયા ટ્યુશન માટે નિહારીકા રાણા નો સંપર્ક કરવો.

 યુએઈ મા રહેતા આપણાં ગુજરાતી કોમ્યુનિટિ ને હેલ્પ્ફુલ આ માહિતી કોઈપણ પ્રકારના નફાના ઉદ્દેશ વિના અહિં એટલા માટે શેર કરું છું કેમકે આ સિક્રેટ માહિતી ગુગલ પાસે પણ નથી.:P

સપ્ટેમ્બર 5, 2012 Posted by | navratri dandia festival dubai, Uncategorized | , , , , , , , , | 9 ટિપ્પણીઓ